ઝાલોદ તાલુકાના પારેવા ગામે ફોરવીલરની અડફેટે બાઈક ચાલકનું મોત..

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના પારેવા ગામે ફોરવીલરની અડફેટે બાઈક ચાલકનું મોત..

દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પારેવા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૦૪ મેના રોજ ઝાલોદના પારેવા ગામેથી એક કમાન્ડર જીપના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ ઝાલોદના રામપુરા ગામે ડુંગર ફળિયામાં રહેતાં ગોવિંદભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં ગોવિંદભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે ગોવિંદભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ગોવિંદભાઈનું મોત નીપજતાં આ સંબંધે કલ્પેશભાઈ કીડીયાભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article