
કલ્પેશ શાહ :- સિંગવડ રણધીપુર પોલીસ દ્વારા સી.આર.પી.એફ ની ટુકડી સાથે રાખીને ગામડાના એરીયા ડોમિનેશન તથા ચૂંટણી બુથ ની પણ વિઝીટ કરવામાં આવી
સીંગવડ તા. ૨
આગામી લોકસભાની ચૂંટણી 7 5 2024 ના રોજ યોજાવાની હોય અને ચૂંટણી પંચ તથા પોલીસ તંત્ર પણ આ ઇલેક્શન માટે સજ્જ થઈ ગયા હોય જેને ધ્યાનમાં રાખી રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીબી રાઠવા તથા પોલીસ સ્ટાફ અને સીઆરપીએફના જવાનો ને સાથે રાખી સિંગવડ તાલુકાના કાળિયારાઈ સુડીયા તારમી છાપરી અગારા વગેરે ગામોમાં એરિયા ડોમિનેશન તથા ચૂંટણી બુથ ની વિઝીટ કરવામાં આવી હતી અને સીઆરપીએફના જવાનોને પણ ચૂંટણી બુથ વિશેની જાણકારી આપવામાં આવી હતી