
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે લીમખેડા સંખેડા , આણંદ તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘરફોડ ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ ભેગો કર્યો
તારીખ 29 એપ્રિલ
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન એન રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજ્ય બહાર ના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે લીમખેડા સંખેડા , આણંદ તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘરફોડ ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ધર્મેશભાઈ કાજુભાઈ ભાભોર જે આંબલી ખજુરીયા ગામનો જેસાવાડા બજારમાં આવેલ છે જે બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને જેસાવાડા બજારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી આગળ કાયદેસરની કાર્યવાહી માટે લીમખેડા પોલીસને સોપવાની હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસને એક વર્ષથી રાજ્ય તેમજ રાજ્ય બહારના ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી..