Sunday, 08/09/2024
Dark Mode

ઝાલોદ તાલુકામાંથી હિજરત કરતા રોજમદાર વર્ગ મજૂરી અર્થે.. લોકસભા ચૂંટણીના મતદાનમાં અસર થવાની આશંકા.!! દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે જનજાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવી રહેલ

April 27, 2024
        1488

ઝાલોદ તાલુકામાંથી હિજરત કરતા રોજમદાર વર્ગ મજૂરી અર્થે.. લોકસભા ચૂંટણીના મતદાનમાં અસર થવાની આશંકા.!!

દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે જનજાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવી રહેલ છે.

દાહોદ તા.27

ઝાલોદ તાલુકામાંથી હિજરત કરતા રોજમદાર વર્ગ મજૂરી અર્થે.. લોકસભા ચૂંટણીના મતદાનમાં અસર થવાની આશંકા.!! દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે જનજાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવી રહેલ

દાહોદ જિલ્લાનો મોટો ગણાતો ઝાલોદ તાલુકો ખેતી પર નિર્ભર તેમજ ગ્રામ્ય વિસ્તાર પર નભતું નગર છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર વર્ગ પાસે ખેતી પછી આવકનું કોઈ નવો માર્ગ ન હોવાથી બહારગામ મજૂરી કરવા જાય છે.અહીંયા વસનાર લોકો દ્વારા કેટલાય સમયથી રોજગારી માટે જી.આઇ.ડી.સીની માંગણી વારંવાર કરવામાં આવેલ છેmછતાય અહીંયાં કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવતો નથી.તેથી અહીં વસનાર મજૂર વર્ગ પોતાના પરિવારના ભરણ પોષણ કરવા બહારગામ મજૂરી કરવા જતા હોય છે.

ઝાલોદ તાલુકામાંથી હિજરત કરતા રોજમદાર વર્ગ મજૂરી અર્થે.. લોકસભા ચૂંટણીના મતદાનમાં અસર થવાની આશંકા.!! દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે જનજાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવી રહેલ

દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે જન જાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવી રહેલ છે.તો બીજી બાજુ હોળીના તહેવાર અને લગ્નસરાનો આનંદ લેવા મજૂરી એ ગયેલા કામદાર વર્ગ પોતાના વતને આવેલ હતા.હોળી પછી લગ્નસરાનો માહોલ ઓછો થતાં મજૂરી કરતા કામદારોનો મેળો બસસ્ટેશનની અંદર જોવા મળ્યો હતો. મજૂરી કરી ઘરબાર ચલાવતા કામદારો પાસે નગરમાં આવકનો કોઈ અન્ય માર્ગ ન હોવાથી તેઓ મજૂરી કરવા મોટા શહેરોમા જતા હોય અને નાની મોટી મજૂરી કરતા હોય છે.લોકસભાની ચુંટણી આગામી 7 મે એ ગુજરાતમાં યોજાનાર છે અને તેને દસ દિવસથી ઓછો સમય રહી ગયેલ છે અને કામદારો પોતાનું વતન છોડી રોજગારી મેળવવા શહેર તરફ જઈ રહેલ છે આનો સીધો અસર મતદાન પર થવાનો આસાર જોવાઈ રહેલ છે. શું દસ દિવસથી ઓછો સમય રહી ગયેલ છે તો કામદારો પાછા નગરમાં મતદાન કરવા આવશે તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે. ચુંટણી અધિકારી વધુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો નગર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કરી રહેલ છે પણ મજૂરી કરતા લોકો પાસે કમાવવા માટે કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી તેઓ પોતાના સામાન લઈ મજૂરી કરવા બસોમા અને રેકડા ,જીપ બેસી જઈ રહેલ છે.

ઝાલોદ તાલુકામાંથી હિજરત કરતા રોજમદાર વર્ગ મજૂરી અર્થે.. લોકસભા ચૂંટણીના મતદાનમાં અસર થવાની આશંકા.!! દાહોદ જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે જનજાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવી રહેલ

હવે જોવાનું એ રહ્યું કે મતદાન વધુમાં વધુ થાય તે માટે પ્રયત્નો ચુંટણી અધિકારી દ્વારા કરાઈ રહેલ છે તો તેમાં તેઓ કેવી રીતે સફળ થશે…મતદાતાઓ જ્યાં સુધી મતદાનને સ્વેચ્છીક જવાબદારી ન સમજે ત્યાં સુધી વધુ મતદાન થવું શકય નથી. કામદારો માટે એક બાજુ મતદાન અને બીજી બાજુ ઘર કુટુંબ માટે આવક ઉભી કરવી તે બંને જરૂરી છે તો શું કામદારો ફરી મતદાન કરવા વતનમાં આવશે ખરા..કે ઉભેલા ઉમેદવાર તેમના માટે કંઈક વ્યવથા કરશે… ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!