
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ દાહોદના શહેરોમાં વેગવંતુ બન્યુ મતદાન જાગૃતિ અભિયાન
મહત્તમ મતદાન થાય તે હેતુથી દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન
દાહોદ તા. ૨૩
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી ૭મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્તરીતે મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો દાહોદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાઇ રહ્યા છે.
જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં મતદાર જાગૃતતા રેલી યોજી હતી. મતદાર જાગૃતતા રેલીને મદદનીશ ચુંટણી અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત અને મામલતદાર શ્રી મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
દાહોદ તાલુકાના મધ્યાહન ભોજનના તમામ કર્મયોગીઓ અને દાહોદ પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ના કર્મચારી મિત્રો એ આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદ શહેરના વિવિધ માર્ગો પર મતદાન અવશ્ય કરોના સૂત્રો સાથે નીકળી હતી. તમામને મતદાન કરવા પ્રોત્સાહિત કરી, ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રતિબધ્ધતા દર્શાવી હતી
સૌ કર્મયોગી મિત્રો એ સાથે મતદાન કરશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.
૦૦૦