
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવા ખાતે શ્રી રામ દરબાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
આગામી 22 એપ્રિલ થી 27 એપ્રિલ 2024 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
24 એપ્રિલના રોજ શ્રી રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ તથા 27 એપ્રિલના રોજ ગોપાલભાઈ સાધુ નામ કંઠે લોક ડાયરો યોજાશે
સુખસર,તા.2૦
ફતેપુરા તાલુકાના આફવા ખાતે ભગવા ગૃપ પિઠાયા યુવક મંડળ આફવા,તા.ફતેપુરા દ્વારા શ્રીરામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો હાજર રહેનાર હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હિન્દુ વાલ્મિકી વાસ આફવા ખાતે ભગવા ગ્રુપ પીઠાયા યુવક મંડળ આફવા દ્વારા શ્રીરામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં 22 એપ્રિલ થી 27 એપ્રિલ 2024 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.તેમાં 22 એપ્રિલ સોમવારના રોજ હેમાંદ્રી શ્રવણ, દશા વિધિ સ્નાન,કળશ યાત્રા,કુટીર કર્મ,ગણેશજી,માતાજી પૂજન,મંડપ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. જ્યારે ચૈત્રવદ બીજને 23 એપ્રિલ મંગળવારના રોજ સ્થાપિત દેવપૂજન, અગ્નિ સ્થાપન,ગ્રહશાંતિ,રામ યાગ જ્યારે 24 એપ્રિલ બુધવારના રોજ ગણેશજી,હનુમાનજી,શનિદેવ,રામજી, સીતાજી,લક્ષ્મણજી,શિખર તથા ધ્વજ દંડ પ્રતિષ્ઠા પુર્ણાહુતિ 12:15 કલાકે કરવામાં આવશે.તેમજ મહાપ્રસાદ 1:15 કલાકથી શરૂ થનાર હોવાનું જાણવા મળે છે.જ્યારે 27 એપ્રિલ 2024 શનિવારના રોજ રાત્રિના 8:00 કલાકે ગોપાલભાઈ સાધુના કંઠે લોક ડાયરો તથા ભજન સંધ્યા રાખવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહી લોક ડાયરા ભજન સંધ્યા નો લાભ લેવા ભગવા ગ્રુપ પીઠાયા યુવક મંડળ આફવા દ્વારા જણાવાયું હોવાનું જાણવા મળે છે.