
પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડ અકસ્માતમા ઘાયલ શખ્સોની મદદે આવ્યા,
108ને ફોન કરી મદદમાટે બોલાવી સારવાર અર્થે ખસેડ્યા
દાહોદ તા. ૧૯
રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી એ અકસ્માતમાં ઘાયલ થયેલા યુવકોની મદદથી આવ્યાં હતા અને તાત્કાલિક 108 ને ફોન કરી ઘટના સ્થળે બોલાવી અકસ્માતમાં ઘાયલ શખ્સોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી હોસ્પિટલના તબીબોને સારવાર માટે સુચનાઓ આપી હતી.
હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડ તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન દેવગઢ બારિયા તાલુકાના સાદરા ગામે બે મોટર સાયકલો સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં 3 શખ્સો ઈજાગ્રસ્ત થતા રોડની બાજુમાં ઘાયલ અવસ્થામા પડ્યા હતા.આ અકસ્માત સર્જાયો તે સમય દરમિયાન રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે અકસ્માત જોઈ પોતાની ગાડી ઉભી રાખી હતી અને અકસ્માતમાં ઘવાયેલ શખ્સોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી અને 108ને સ્થળ ઉપર બોલાવી અકસ્માતમાં ઈજાગ્રસ્ત શખ્સોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જઈને જરૂર સારવાર કરવા માટે હાજર તબીબોને સૂચના આપી હતી.