
રાજેશ વસાવે :- દાહોદ
અમદાવાદના નારોલ વિસ્તારના ગોડાઉનમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર ચોર જેસાવાડાના હાટ બજારમાંથી જેસાવાડા પોલીસના હાથે ઝડપાયો
દાહોદ તા. ૧૪
બે મહિના પહેલા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ગોડાઉનમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બની હતી અને આ ચોરીની ઘટના બે મહિના સુધી અંડીટેક્ટ હતી જે બે મહિના બાદ દાહોદમાંથી પોલીસે ડિટેક્ટ કરી છે
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસના પીએસ આઈ નિલેશ રામી અને તેમની ટીમ હાટ બજારમાં બંદોબસ્તમાં હતી તેવા સમયે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને દેખી ભાગવા લાગ્યો હતો જેથી જેસાવાડા પોલીસે તે ઈસમનો પીછો કરી ઝડપી પાડ્યો હતો જેની અંગ ઝડતી લેતા તેની પાસેના પેન્ટના ખિસ્સામાં મુકેલા 26,200 રૂપીયા મળી આવ્યા હતા પોલીસ પુછપરછમાં તે ઈસમે પોતાનું નામ શિવા રૂપસિંગ બારીયા જણાવ્યું હતું અને રહેવાસી ગરબાડા તાલુકાના વડવા કટારા ફળીયાનો હોવાનું જણાવ્યું ત્યારે ઈસમને પોલીસ મથકે લાવી તેની યુક્તિ પ્રયુક્તિથી ધનિસ્ટ પુછપરછ હાથ ધરતા પોલીસ પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતુંકે તેના સાગરીતો સાથે મળી બે મહિના પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં મજુરી કરવા માટે તેના સાગરીતો રાજેશ ઉર્ફે બકો બાબુ માવી રહેવાસી વડવા ગામ, બીજો વિકાસ બાબુ માવી રહેવાસી વડવા ત્રીજો ટીના સન્યા પલાસ રહેવાસી ખજુરિયા ગામ આ ચારેય લોકોએ ભેગા મળી અને નારોલ જી આઈ ડી સી વિસ્તારમાં જઈને એક ગોડાઉનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદર મુકેલી તિજોરીનો લોક તોડી તેમાંથી રોકડા રૂપીયા ચોરી કરીને લાવ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે દાહોદની જેસાવાડા પોલીસે અમદાવાદ નારોલ પોલીસનો સંપર્ક કરતા નારોલ વિસ્તારના એક ગોડાઉનમાંથી 12 લાખ 97 હજાર 740 રૂપિયાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા અને તે પોલીસ મથકે આ ગુનો 454 457 અને 480 મુજબનો અંડીટેક્ટ રહેવા પામ્યો હતો જેસાવાડા પોલીસ મથકના પીએસ આઈ નિલેશ રામી અને તેમની ટીમ દ્રારા ચોરી કરેલી રોકડ સાથે ઈસમને ઝડપી અને અન્ય તેના ત્રણ સાગરીતોને ઝડપવાના ચક્રો ગતિમાન કરી અને ચોરીના અંડીટેક્ટ ગુનાના આરોપીને અમદાવાદ નારોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી