
રાજેશ વસાવે :- દાહોદ
એલસીબી પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર કાર્યવાહી,બુટલેગર તત્વોમાં ફ્ફડાટ
દાહોદ નજીક ખંગેલા ચેકપોસ્ટ પરથી આટાની બોરીની આડમાં સંતાડેલો 10.56 લાખનો દારૂ ઝડપાયો, ચાલકની અટકાયત
દસ લાખ ઉપરાંત દારૂ, મોબાઈલ ફોન ટેમ્પો મળી 18.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો..
દાહોદ તા.13
દાહોદ એલસીબી પોલીસે ખંગેલા સંયુક્ત ચેકપોસ્ટ ખાતેથી આઇસર ટેમ્પો માં આટાના લોટની આડમાં કંટાળીને લઈ જવાતા દસ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના એક ઈસમને અટકાયત કરી તેની પાસેથી મોબાઇલ ફોન , આઇસર ટેમ્પો તેમજ વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 18.67 લાખ ઉપરાંતના મુદ્દા માલ કબજે કરી ઉપરોક્ત તમામ વિદેશી દારૂ ક્યાંથી લાવી.? કોને આપવા જઈ રહ્યો હતો.?તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.?
લોકસભા 2024 ની ચૂંટણી નજીકમાં છે. ત્યારે ગુજરાત-મધ્ય પ્રદેશ ઇન્ટરીગ્રેટેડ ચેક પોસ્ટ પર બંને રાજ્યોની પોલીસ દ્વારા સંયુક્ત ચેકપોસ્ટ ઊભી કરી આવતા જતા તમામ વાહનોને ચેક કરવાની કામગીરી ચાલી રહી છે તે સમયે મધ્યપ્રદેશના રસ્તે ગુજરાતમાં વિદેશી દારૂ પહોંચાડવા માટે બુટલેગર તત્વો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે પરંતુ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિધરાણી હેઠળ દાહોદ એલસીબી પોલીસે સંયુક્ત ચેકપોસ્ટ પર બાતમીના આધારે વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાથમીમાં દર્શાવેલ MP-04-G.B-6505 નંબરનો આઇસર ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોને રોકી ચાલક સચિન રામચંદ્ર મોહનલાલ પંચાલ રહેવાસી ધામણી કુંડા,ટાડી સરપંચ ફળિયા રાણાપુરને અટકાયત કરી આઇસર ટેમ્પોની તલાસી લેતા આટાની થેલાની આડમાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 200 પેટીઓમાં ૯૬૦૦ બોટલો મળી 10.56 લાખનો વિદેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પાના ચાલક પાસેથી મળી આવેલો 5000 કિંમતનો મોબાઈલ ફોન તથા 68000 કિંમતની આંટાની 85 થેલીઓ, આઠ લાખ રૂપિયા કિંમત નો ટેમ્પો મળી કુલ 18.67 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ચાલકની અટકાયત કરી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવી ગુજરાતમાં ક્યાં મોકલવામાં હતો. તે અંગેની તપાસનો દોર લંબાવી આગળની તપાસ હાથ ધરી છે.