
રાજેશ વસાવે :- દાહોદ
હવામાન વિભાગની આગાહી સાચી પડી, કરા સાથે વરસાદથી વાતાવરણમાં પલટો,
દાહોદમાં આકરા તાપ વચ્ચે કરા સાથે ધોધમાર વરસાદ,તોફાની પવનના કારણે છાપરા ઉડ્યા,
સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી,વીજ પુરવઠો ખોરવાયો..
દાહોદ તા. ૧૦
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.દાહોદ જિલ્લાના દાહોદ , ઝાલોદ, ગરબાડા પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ભારે પવન ફૂંકાતા દુકાન પાસેના શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા. તો પંચકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડુલ થવા પામી હતી, સાથે સાથે ખુલ્લામાં મુકેલો અનાજ પણ પલળી જતા નુકસાન પહોંચવા પામ્યું છે. દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. તદુપરાંત ઝાલોદ તાલુકામાં કરાં સાથે વરસાદ દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના ઝાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ઝાલોદના લીમડી, વરોડ, મિરાખેડી, કચુંબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા.
*માર્કેટીંગ યાર્ડોમાં વેપારીઓ દોડધામ મચી.*
આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસીઓ ખાતે દોડધામ મચી જવા પામી હતી. લીમડી એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલ અનાજનો જથ્થો પણ પલળી જવા પામ્યો હતો જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. હાલ જ્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે તેવા સમયે આવા પ્રસંગોમાં કમોસમી વરસાદના આગમનને પગલે લગ્ન આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી તો લગ્ન આયોજકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. જોકે અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ, મકાઈ, તુવેર, ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઇને ખેડૂતોમાં ચિંતાજોવા મળી રહી છે
*ગરબાડામાં વરસાદની હવાના સાથે સુસવાટા સાથે ધમાકેદાર એન્ટ્રી…*
દાહોદ જિલ્લા સહિત વિવિધ વિસ્તારોમાં હાલ ક મોસમી વરસાદ વરસી રહીયો છે, ગરબાડા તાલુકા માં ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. ગરબાડા નગરમાં બપોરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ગાંજ વિજ સાથે જોરદાર પવનની લહેરોની વચ્ચે ક મોસમી વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી .હાલ રાજ્ય માં ઉનાળા ઋતુ ચાલતી રહી છે, ત્યારે ભારે ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતા માં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે
વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી જવા પામી હતી આ કમોસ ને વરસાદ વરસતા હાલમાં ચાલી રહેલી લગ્ન સિઝનમાં પણ મંડપ ઉપર લઈ જવા તેમજ લગ્નમાં કરવામાં આવતા ડેકોરેશન તેમજ જાનૈયાઓને મોટા પાયાનું નુકસાન થવાની ભીતિ સર્જાઇ રહી છે