Sunday, 08/09/2024
Dark Mode

*લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪*  દાહોદ કલેકટર કચેરી ખાતે આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ

April 6, 2024
        955
*લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪*   દાહોદ કલેકટર કચેરી ખાતે આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ

*લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪*

 દાહોદ કલેકટર કચેરી ખાતે આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ

દાહોદ તા. ૬

*લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪*  દાહોદ કલેકટર કચેરી ખાતે આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. 

કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષ સ્થાને આવશ્યક સેવાઓમાં કાર્યરત મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરાવવાના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી બેઠકમાં. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ઘણા મતદાતાઓ આવશ્યક સેવાઓમાં કાર્યરત હોય છે. તેમજ તેઓને ફરજીયાત પણે પોતાની ફરજ બજાવવાની હોવાથી તેઓ ફરજ પરથી ચૂંટણીના દિવસે પોતાનો મત આપવા બુથ પર જઈ શકે તેમ હોતા નથી જેથી કરીને એવા કોઈપણ મતદાતા મત આપવાથી રહી ન જાય તે હેતુથી તેઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.આ બેઠક દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને નોડલ અધિકારીઓના સંકલન સાધીને ચૂંટણીના દિવસે જે મતદાતાઓને ફરજીયાત પણે પોતાની ફરજ પર હાજર રહેવાનું થતું હોય તેમજ તેઓ મત આપવા બુથ પર જઈ શકે તેમ ન હોય જેના કારણે તેઓ મત આપવા માટે વંચિત રહી ન જાય તે હેતુથી તેવા તમામ પ્રમાણિત મતદાતાઓની યાદીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સંબધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

     આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, શ્રી અમોલ આવટે, સંખ્યાધિક અધિક કલેકટર શ્રી જયેશ ઉપાધ્યાય, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી હેતલબેન ,મદદનીશ ચુંટણી અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત, મદદનીશ ચુંટણી અધિકારી શ્રી મીતેશ વસાવા, મદદનીશ ચુંટણી અધિકારી શ્રી જ્યોતિબા ગોહિલ, મદદનીશ ચુંટણી અધિકારી શ્રી બી.જી. નિનામા, મદદનીશ ચુંટણી અધિકારી શ્રી એ. કે. ભાટીયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ,નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા ,આરોગ્ય અધિકારી શ્રી,રેલવેના અધિકારી શ્રી,જી.એસ.આર.ટી.સીના અધિકારી શ્રી,એમ.જી.વી.સી.એલ.ના અધિકારી શ્રી સહિત મામલતદાર શ્રી કે.કે.વાળા સહિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!