દાહોદ શહેરના રહેણાંક મકાનને નિશાન બનાવતાં તસ્કરો, દસ હજાર રૂપિયાનું યાંત્રિક ઉપકરણ ચોરાયું

Editor Dahod Live
1 Min Read

દાહોદ શહેરના રહેણાંક મકાનને નિશાન બનાવતાં તસ્કરો, દસ હજાર રૂપિયાનું યાંત્રિક ઉપકરણ ચોરાયું

દાહોદ તા.૨૩

દાહોદ શહેરના સહકાર નગરમાં એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી રૂા.૧૦,૦૦૦ની કિંમતનું લેપટોપ ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

દાહોદના સહકાર નગરમાં વિદ્યાધામ સોસાયટીમાં રહેતાં ગોપીનાથ સ્વપ્નકુમાર કર્માકરના બંધ મકાનમાં ગત તા.૧૨મી ઓક્ટોમ્બરના રોજ અજાણ્યા ચોર ઈસમોએ મકાનના દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુકી રાખેલ ૧૦,૦૦૦ની કિંમતનું લેપટોપ ચોરી કરી લઈ તસ્કરો નાસી જતાં આ સંબંધે ગોપીનાથ સ્વપ્નકુમાર કર્માકર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————

Share This Article