દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી ટવેરા ગાડીમાં લઇ જવાતો એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ ફોરવિલ ગાડી સહીત 3.50 મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

Editor Dahod Live
1 Min Read

દાહોદ તા.૨૩

દાહોદ તાલુકાના ચોસાલા ગામે પોલીસે એક ટાવેરા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત રૂા.૧,૧૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૦,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૨મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ચોસાલા ગામેથી નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટાવેરા ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને તે સમયે પોલીસને જાેઈ ગાડીનો ચાલક સ્થળ પર પોતાના કબજાની ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીમાં વિદેશી દારૂ અને બીયરની બોટલો નંગ. ૧૦૦૮ કિંમત રૂા.૧,૧૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૦,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Share This Article