દેવગઢ બારિયા તાલુકાના દુધિયામાં ત્રણ ભેજાબાજોની ત્રિપુટીએ સરકારી યોજના ની લોભામણી લાલચ આપી 33 હજાર રૂપિયા ખંખેર્યા

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢ બારિયા તાલુકાના દુધિયામાં ત્રણ ભેજાબાજોની ત્રિપુટીએ સરકારી યોજના ની લોભામણી લાલચ આપી 33 હજાર રૂપિયા ખંખેર્યા

 ત્રણ જેટલા ભેજાબાજોએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનાની લાલચ આપી ૧૦ લોકોને છેતર્યા, દેવગઢ બારીયા પોલીસ મથકે ગુનો દાખલ

દાહોદ તા.૨૨

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે ત્રણ જેટલા ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં ઓગોતરૂં કાવતરૂં રચી ગામમાં રહેતાં લોકોને સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે ખોટી સમજ આપી લોકોને વિશ્વાસમાં લઈ કુલ ૧૦ સભ્યો પાસેથી રૂા. ૩૩,૦૦ ઉઘરાવી લઈ છેતરપીંડી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.,

મનીષભાઈ જવાનભાઈ ઠાકોર (રહે. ઓથવાડ, ટેકરી ફળિયા, તા. બાલાશીનોર, જિ.મહીસાગર), વિજયસિંહ સુરેશભાઈ ઠાકોર (રહે. કંબોપા, ડોસલીયા ફળિયા, તા. બાલાસીનોર, જી. મહીસાગર) અને મહેશભાઈ હિરાભાઈ ઠાકોર (રહે. કસલાલ, બેડી ફળિયા, તા. લુણાવાડા, જિ. મહીસાગર) આ ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપણામાં આગોતરૂં કાવતરૂં રચી દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના દુધીયા ગામે નદી ફળિયામાં લોકો પાસે ગયાં હતાં અને ત્યાં જઈ સરકારની

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે ગ્રામજનોને ખોટી સમજ આપી વિશ્વાસમાં લઈ પોતાના ફાયદા માટે કુલ ૧૦ સભ્યો પાસેથી કુલ રૂા. ૩૩,૦૦ની ઉઘરાણી કરી છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરતાં આ સંબંધે દુધિયા ગામે નદી ફળિયામાં રહેતાં કેશરસિંહ મનાભાઈ નાયકે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————–

Share This Article