
#DahodLive#
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા જિલ્લા ફરીયાદ સમિતિની રચના કરાઈ
દાહોદ તા. ૨૦
દાહોદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકો અને સાચી વ્યક્તિઓને અગવડ ન પડે તે માટે રજૂઆત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લામાં “જિલ્લા ફરીયાદ સમિતિ” ની રચના કરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકો અને સાચી વ્યક્તિઓને અગવડ ન પડે તે હેતુસર FST/SST/ પોલીસ દ્વારા પકડવામાં આવેલ રોકડ રકમ જપ્ત કરવા કે છૂટી કરવા બાબતે રજૂઆત કરવા “જિલ્લા ફરિયાદ સમિતિ” ની રચના કરવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે નોડલ અધિકારી ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દાહોદ તેમજ નોડલ અધિકારી આદર્શ આચાર સંહિતા અને નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દાહોદ તથા જિલ્લા તિજોરી અધિકારીશ્રી, દાહોદની નિયુક્તિ કરવામાં આવી છે.
આમ જનતાને રોકડ રકમ જમા કે છૂટી કરવા બાબતે કોઇ રજૂઆત હોય તો જિલ્લા ફરિયાદ સમિતિ સમક્ષ રજૂઆત કરી શકશે જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે એમ અખબારી યાદીમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦