Sunday, 08/09/2024
Dark Mode

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને અનુલક્ષીને કોંગ્રેસના મોવડી મંડળે બેઠક યોજી..

February 28, 2024
        131
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને અનુલક્ષીને કોંગ્રેસના મોવડી મંડળે બેઠક યોજી..

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને અનુલક્ષીને કોંગ્રેસના મોવડી મંડળે બેઠક યોજી..

રાહુલ ગાંધી 7 મી માર્ચે ધાવડિયા ચેકપોસ્ટથી દાહોદમાં પ્રવેશ કરશે, પ્રદેશ પ્રમુખે કરી જાહેરાત…

દાહોદ તા. ૨૮

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને અનુલક્ષીને કોંગ્રેસના મોવડી મંડળે બેઠક યોજી..

દેશમાં એકબાજુ લોકસભા ચૂંટણી 2024 નો માહોલ ધીમે ધીમે જામ્યા લાગ્યો છે.તો બીજી તરફ પક્ષ પલટાની મોસમ પણ પુર બહારમાં ખીલતા તમામ રાજકીય નેતાઓ અલગ અલગ રાજ્યોમાં અને શહેરોમાં ધામા નાખી રહ્યા છે.ગઈકાલે છોટાઉદેપુરના આદિવાસી સમાજના કદાવર કોંગ્રેસી નેતા તેમજ તેમના પુત્રોએ કેસરીયો ધારણ કર્યો હતો .પુર્વ રેલ મંત્રી નારણ રાઠવા હાલમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે. છોટાઉદેપુર ક્ષેત્રમાં પીઢ આદિવાસી નેતા તરીકે ઓળખાય છે.ત્યારે તે બન્ને પીતા પુત્રોએ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થતિ સર્જાતા ભાજપ ગેલમાં આવી ગયું છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે વિરોધપક્ષો યાત્રાઓ તેમજ જન સંપર્ક થકી ગામે ગામ પહોંચી પોતાની પાર્ટીઓને મજબુત કરવાનું કામ જોવા મળતાં લોકસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા થકી આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં આવવાના હોવાથી તેમની આ ન્યાય યાત્રાને સફળ બનાવવા તેમજ યાત્રામાં ભીડ એકઠી કરવા માટે આજે દાહોદમાં પ્રદેશ મોવડી મંડળના નેતાઓએ બેઠક યોજી હતી. દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ટુ ખાતે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિરોધપક્ષના નેતા અમિત ચાવડા મીડિયા પ્રવક્તા મનીષ દોષી મધ્યઝોન પ્રભારી ઉષા નાયડુ ઉપનેતા શૈલેષ પરમાર પુર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સિધ્ધાર્થ પટેલ ઇંદ્રનીલ રાજ્ગુરુ સહીત જિલ્લાના કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓની ઉપસ્તિથીમાં ભારત જોડો ન્યાયયાત્રાને લઈને બેઠક યોજવામાં આવી હતી જેમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આપણા ઘરમાં પ્રસંગ હોય તેમ માની અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવાનું છે અને 7 મી માર્ચના રોજ ઝાલોદ ખાતે સભાને સંબોધશે રાહુલ ગાંધી અને રાત્રી રોકાણ કંબોઇ ધામ ગોવિંદ ગુરૂના ધામ ખાતે રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરશે ઝાલોદ ખાતેના લીમડીથી 8 મી માર્ચે દાહોદ શહેર ખાતે સવારે 8 વાગ્યે રાહુલ ગાંધી પદયાત્રાએ નીકળશે જેમાં બસ સ્ટેશન ખાતેથી સવારે પદયાત્રા યોજી રાહુલ ગાંધી પડાવ સરદાર વલ્લભ ભાઈ પટેલ સર્કલ ખાતે પહોંચશે અને તે પછી તેમનો કાફલો ગોધરા ખાતે જવા રવાના થશે તેને લઈને કોંગ્રેસના મોવડી મંડળે બેઠક યોજી રાહુલ ગાંધીની યાત્રામાં જોડાવા આહવાન કર્યું હતું અને બેઠક બાદ મોવડી મંડળના નેતાઓ કંબોઇ ધામ અને ઝાલોદ ખાતે નિરીક્ષણ કરવા માટે રવાના થયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!