
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ જિલ્લાના ASP ની અધ્યક્ષતામાં પાટીયા તેમજ મીનાક્યાર ગામ ખાતે રાત્રિ ગ્રામ સભા યોજાઇ.
ગરબાડા તા. ૩૧
ગરબાડા તાલુકાના પાટીયા તેમજ મિના કયા ગામ ખાતે ગત તારીખ 30 જાન્યુઆરીના રોજ રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લા ASP સિદ્ધાર્થ ની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાય હતી જે રાત્રે સભામાં દાહોદ જિલ્લા એ.એસ.પી સિદ્ધાર્થ દ્વારા ગામ લોકોને પોક્સો તેમજ દારૂબંધી વ્યાજખોર તેમજ ટ્રાફિક ના નિયમો તેમજ હાઇવે પર ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટ તેમજ વાહન ચલાવતી વખતે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે રાખવા માર્ગદર્શન આપ્યું હતું
આ રાત્રી સભા દરમિયાન ગરબાડા પોલીસની સી ટીમ પણ સાથે ઉપસ્થિત રહી હતી અને મહિલાઓને થતી મુશ્કેલીઓ તેમજ માનસિક ત્રાસ બાબતે પણ મહિલાઓને જાગૃત કરી હતી આ કાર્યક્રમમાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ મીનાક્યાર અને પાટીયાઝોલ ગામના સરપંચ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા …