
રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે THOની અધ્યક્ષમાં લેપ્રેસી,ડે ની ઉજવણી કરવામાં આવી
તારીખ 30 જાન્યુઆરી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે જિલ્લા રક્તપિત અધિકારી ડોક્ટર આર.ડી પહાડિયા ના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ધાનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બી.પી રમણની ઉપસ્થિતિમા એન્ટી લેપ્ર્રેસી ડેની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમ અંતર્ગત ધાનપુર તાલુકાના આરોગ્ય સ્ટાફ સાથે વિશ્વ રક્તપિત દિવસ નિમિતે શપથ લેવડાવવામાં આવી હતી જેમાં લેપ્રસી સુપરવાઇઝર રાઠોડ શૈલેષભાઈ તેમજ ધાનપુર તાલુકાની તમામ પી એ.સી ના FHS,FHW તેમજ CHO ઉપસ્થિત રહીને સાથે મળીને રક્તપિત ના એન્ટી લેપેસીડેની શપથ લઈને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ધાનપુર બજારમાં તેમજ વિવિધ વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા પત્રિકા વિતરણ કરી રક્તપિત રોગ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો