
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા ના ઝરી બુઝર્ગ ગામે ગ્રામ પંચાયત વિભાજન માટે ગ્રામ સભા યોજાઈ.
ગ્રામ સભા વિભાજન માટે ૯૦ જ્યારે વિભાજન ન કરવા ૩૯૦ ની બહુમતી મળતા પંચાયત વિભાજન ન કરવા ઠરાવ કરાયો.
ગરબાડા તા . ૩૦
છેલ્લા કેટલાક સમયથી ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામની ગ્રામ પંચાયત વિભાજન માટે ગ્રામજનો દ્વારા તીવ્ર માંગ ઊભી થઈ હતી જેને લઇ આજરોજ ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામે A.TDO મહેશભાઈ પટેલ, જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી,તલાટી કમ મંત્રી આર.સી.ડામોર, ગ્રામ પંચાયત વહીવટદાર ની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજાઈ હતી જે ગ્રામ સભામાં માં વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયત વિભાજન નો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગ્રામ પંચાયત વિભાજન કરવા ૯૦ તેમજ વિભાજન ન કરવા માટે ૩૯૦ ની બહુમતી થતાં ઝરી બુઝર્ગ ગ્રામ પંચાયતનું વિભાજન ન કરવા માટે બહુમતી મળતા ગ્રામ પંચાયત વિભાજન ન કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ગ્રામ સભામાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.