
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના વજેલાવ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં 12 પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરાયા.
ગરબાડા તા. ૨૬
ગરબાડા તાલુકાના વજેલાવ ગામ ખાતે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કક્ષાનો ધ્વજ વંદનો કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના 12 કસ્ટરના 12 શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષકો તરીકે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ડામોર ધર્મેશકુમાર રમણભાઈ, નાનજીભાઈ કનુભાઈ બારીયા, રાઠોડ વિજયકુમાર ગવરસિંહ, પટેલ અલ્કેશ કુમાર પરસોત્તમભાઈ ,રાઠોડ પ્રતાપજી નીતિનભાઈ, કામજુભાઈ પટેલ, વનિતાબેન જી, પટેલ બીનાકાબેન હરિભાઈ, પ્રજાપતિ હીનાકુમારી રમણલાલ, તેમજ રાઉલજી મયુરસિંહ, દિલીપસિંહ ગાવેત, કેતનકુમાર નરેશભાઈ સાપરા, ઘનશ્યામભાઈ રાઘુભાઈ, ને પ્રતિભાશાળી શિક્ષક તરીકે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર સી.આર.સી તેમજ બીઆરસી ની ઉપસ્થિતિમાં પ્રતિભાશાળી શિક્ષકોના પ્રમાણપત્ર આપી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.