Sunday, 08/09/2024
Dark Mode

કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 50 થી વધુ લોકો સાથે રૂ.1.90 લાખની છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોને દાહોદ પોલીસે દબોચ્યા..

January 23, 2024
        1541
કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 50 થી વધુ લોકો સાથે રૂ.1.90 લાખની છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોને દાહોદ પોલીસે દબોચ્યા..

રાજેશ વસાવે :- દાહોદ 

કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 50 થી વધુ લોકો સાથે રૂ.1.90 લાખની છેતરપિંડી કરનાર ત્રણ શખ્સોને દાહોદ પોલીસે દબોચ્યા..

દાહોદ તા.23

દાહોદ,ગોધરા અને પંચમહાલ જિલ્લામાં ઓનલાઈન શોપીંગ નામની કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી 50થી વધુ લોકો સાથે રૂ.1,90,200 નો ફ્રોડ કરનાર આરોપી ટોળકીના ત્રણ ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી પાડી ત્રણેય ઈસમોને જેલના સળીયા પાછળ ધકેલી દીંધા હોવાનું સામે આવ્યું છે.

 

દાહોદ તથા ગોધરા, પંચમહાલ જિલ્લામાં ઓનલાઈન શોપીંગ નામની કુરીયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી માણસોને કુરીયર કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી અપાવવાની લાલચ આપી ડિપોઝીટ પેટે રૂપીયા 3500 ભરાવી લોકો સાથે છેતરપીંડી કરતાં આ મામલે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે વિવિધ અરજીઓ આવી હતી.જે બાદ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાણી હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસનો ધમધમાટ આરંભ કર્યા હતો. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ માસથી દાહોદ, તથા ગોધરા-પંચમહાલ જિલ્લામાં લોકોને કુરીયર કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી અપાવવાનો એમ.ઓ. વાપરી લોકો સાથે ફ્રોડ કરતાં અમિત નટુભાઈ પ્રજાપતી (રહે. રાધાકૃષ્ણ સોસાયટી, ભુરાવાવ, તા.ગોધરા, જિ.દાહોદ), પ્રિન્સમહેશભાઈ બારોટ (રહે. લીમખેડા, શાસ્ત્રીચોક, દાહોદ રોડ, તા.લીમખેડા, જિ.દાહોદ) અને અરવિંદ સબુરભાઈ ભુરીયા (રહે. અંબા, બોર ફળિયા, તા. લીમખેડા, જિ.દાહોદ) નાઓની પોલીસે વડોદરાના જુદા જુદા વિસ્તારોમાંથી આ ત્રમેય ઈસમોની અટકાયત કરી હતી.વધુમાં જણવા મળ્યાં અનુસાર, આ ઝડપાયેલ ત્રણેય ઈસમો ફેસબુક ઉપરથી લોકોના મોબાઈલ નંબર મેળવી તેઓને નોકરીની લાલચ આપી ઓનલાઈન નાણાંન ટ્રાન્ફર કરાવતાં હતાં. આમ, સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!