
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ખારવામાં ફરજ પર જતા SRP જવાન પતંગની ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત..
હેલ્મેટ પહેરેલું હોવા છતાં હેલ્મેટના કાચ કાપી નાકની ઉપરના ભાગે કપાયો.
ગરબાડા તા. ૧૫
ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના વિક્રમભાઈ ચાવડા જે પાવડી ગામે SRP માં ફરજ બજાવે છે તેઓ સવારના સમયમાં પોતાના ઘરેથી ફરજ માટે જઈ રહ્યા હતા ત્યારે ખારવા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર પતંગની ધારધાર દોરી હેલ્મેટ નો કાચ કાપી ખૂંચી ગઈ હતી જેના લીધે યુવાનનું નાક કપાઈ ગયું હતું ત્યારબાદ SRP જવાને ઘરનાં સભ્યોને ફોન કરી જાણ કરી હતી અને ત્યારબાદ ગરબાડા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો..