
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
ભિતોડી પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકા ચંપાબેન તરફથી બાળકોને તિથિ ભોજન કરાવ્યું
સુખસર,તા.૧૩
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું. શાળામાં દર માસે બાળકોને મનપસંદ તિથિ ભોજન શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આપવામાં આવે છે.ખરેખર સાચો આનંદ,સાચો સ્વાદ ખાવા કરતા ખવડાવવામાં અનેરો હોય છે્.એ ઉક્તિને સાર્થક કરતા આજરોજ શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકા ચંપાબેન તરફથી બાળકોને મનપસંદ પાવભાજી નું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. ગરીબ અને ઊંડાણના બાળકોને આવા ભોજનનો ખ્યાલ હોતો નથી.તેથી શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આવા પ્રયત્નો કરવામાં આવે છે.સાથે સાથે શાળા પરિવાર દ્વારા બાળકોને પતંગ અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.પતંગ બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.એમાં જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.તથા બાળકોને ઉતરાયણના પર્વનો મહત્વ સમજાવવામાં આવ્યું હતું.અને ખૂબ સારી રીતે શાંતિથી જાળવીને ઉતરાણને પર્વ બનાવવાની શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.