
રાહુલ ગારી :- ગરબાડા
સીમળીયા બુઝર્ગ પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ બાળકોને નોટબુક નું વિતરણ કરાયું..
ગરબાડા તા . 3
સીમળીયા બુઝર્ગ પ્રાથમિક શાળા ખારવા પ્રાથમિક શાળાના શિક્ષક અશોકકુમાર અમલીયાના માર્ગદર્શન આદિવાસી સમાજના યુવાનો દ્વારા
સીમળીયા બુઝર્ગ પ્રાથમિક શાળા ખાતે જેમના માતા-પિતાઓ બહારગામ મજૂરી કરવા ગયેલ છે અને અભ્યાસલક્ષી પુસ્તકો લઈ શકતા નથી તેવા ગરીબ બાળકો તેમજ શિક્ષણમાં શ્રેષ્ઠ બાળકો ને નોટબુક તેમજ આદિવાસી ઇતિહાસની જાણકારી મળે તે માટે નોટબુકમાં આદિવાસી ક્રાંતિકારીઓના ઇતિહાસની પ્રિન્ટ વાળી નોટબુક આપવામાં આવી હતી કાર્યક્રમમાં આદિવાસી સમાજના શિક્ષિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા