Sunday, 08/09/2024
Dark Mode

વિદેશી દારૂનો વેપલો: ગેસના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા 53.28 લાખનો વિદેશી દારુ કતવારા પોલીસે ઝડપી પાડયો..

January 2, 2024
        1957
વિદેશી દારૂનો વેપલો: ગેસના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા 53.28 લાખનો વિદેશી દારુ કતવારા પોલીસે ઝડપી પાડયો..

વિદેશી દારૂનો વેપલો: ગેસના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા 53.28 લાખનો વિદેશી દારુ કતવારા પોલીસે ઝડપી પાડયો..

દાહોદ તા. ૨

કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવેલ વોચ દરમ્યાન એલપીજી ગેસ ભરવાની કંટેનર ગાડી પકડી પાડી તપાસ કરતા તેમાંથી રૂા. 53.28 લાખની કિંમતના વિદેશી દારૂની પેટીઓ નંગ-975 પકડી પાડી તેના ચાલક સહીત બે શખ્સોની અટકાયત કરી રૂા.5000ની કિંમતનો મોબાઈલ ફોન તથા રૂપિયા 20 લાખની કિંમતનું કંટેનર મળી રૂા. 73,33000 નો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક સહીત કુલ છ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

વિદેશી દારૂનો વેપલો: ગેસના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા 53.28 લાખનો વિદેશી દારુ કતવારા પોલીસે ઝડપી પાડયો..

કતવારા સીનીયર પી.એસ.આઈ એ.પી.પરમાર પી.એસ.આઈ આર.આર.સોલંકી પોતાના સ્ટાફના માણસોને સાથે લઈ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતાં નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહ્યા હતા તે દરમ્યાન સીનીયર પી.એસ.આઈ એ.પી.પરમારને બાતમી મળી હતી કે, UP17AT2294 નંબરની એલપીજી ગેસ ભરવાની કન્ટેનર ગાડીમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી સુરત ના બુટલેગરને પહોંચાડવા માટે મધ્યપ્રદેશ તરફથી આવી રહી છે.

 

જે બાતમીને આધારે કતવારા પોલિસે બાતમીમાં દર્શાવેલ નંબર વાળી એલજીપી ગેસ ભરવાની કન્ટેનર ગાડીને આવતા ઝડપી પાડી ગાડીની તલાસી લઈ ગેસ ભરવાની કન્ટેનરમાંથી ભારતીય બનાવટનાં ઈગ્લીશ દારૂ સીગરામ રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ વ્હીસ્કી રોયલની નાની મોટી 750 એમ.એલની તથા 180 મીલીની તથા સીગરામ બ્લેન્ડર પ્રાઈડની 750 એમએલની મળી કુલ રૂપિયા 53,28,000 ની કુલ કિંમતની પેટીઓ નંગ-975 પકડી પાડી ગાડીના ચાલક બાડમેર જિલ્લાના મંગેલ ગામના લાલારામ રાવતરામ બેનીવાલ(જાટ) તથા ગાડીના કલીનર પ્રવીણકુમાર હેમારામ બેનીવાલ(જાટ)ની અટક કરી તેઓની પાસેથી રૂપિયા 5000ની કિંમતનો ઓપો કંપનીનો એન્ડ્રાઈડ મોબાઈલ પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 20 લાખની કિંમતની એલપીજી ગેસ ભરવાની કંરેન્ટર ગાડી મળી રૂપિયા 73,33,000નો મુદ્દામાલ કબજે લઈ કતવારા પોલીસે પકડાયેલા ઉપરોક્ત બંને જણા ઉપરાંત એલપીજી ગેસ ભરવાના કન્ટેનરમાં દારૂ ભરી આપનાર, કંન્ટેનરના માલિક, દારૂ આપનાર ઠેકાના માલિક તથા દારૂ મંગાવનાર મળી કુલ છ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!