ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં વિજાગઢ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની અધ્યક્ષતામાં વિજાગઢ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ.

કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર,ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર, ઉપસ્થિત રહ્યા

ગરબાડા તા. ૨૮

ભારત સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા તેમજ લોકોને ઘરબેઠા સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે જે યાત્રા દાહોદના વિજાગઢ ગામે પહોંચી હતી અને લોકો દ્વારા સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર વધાવી સ્વાગત કર્યું હતું. અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર,ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર,તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં યોજનાઓનો લાભ મેળવવા ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article