ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટનું વિતરણ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટનું વિતરણ.

ગરબાડા તા. ૨૫

ગરબાડા નવા ફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ પાર્ટી પ્રમુખ દ્વારા દર્દીઓને નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના સંસ્થાપક અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા શોધ અને ભારતીય જનતા પાર્ટીના વક્તા અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી ની જયંતિ પર ગરબાડા 133 વિધાનસભા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયાની મુલાકાત કરી અને દર્દીઓને મળી તેમને નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

Share This Article