
રાહુલ ગારી :- ગરબાડા
સીમલીયા ખુર્દ ખાતે વિષ્ણુ સ્વામી મહારાજના મધુરકંઠે ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
ગરબાડા તા. ૨૩
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 20/12/2023 થી લઈને તારીખ 26/12 /2023 એટલે કે સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે સીમલીયા ખુર્દ ગામ કળશ રાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું જે કળથયાત્રા ઢોલ નગારા ના તાલે સીમલીયા ખુર્દ ગામ કાઢવામાં આવી હતી અને પ્રથમ દિવસે 12:00 કલાકે વિષ્ણુ સ્વામી મહારાજના મધુરકંઠે ભાગવત કથા ચાલુ કરવામાં આવી હતી અને સાંજના સમયે ગરબાડા ના સંગીતકાર અને ગારી સમાજના કેશાભાઈ ગારી દ્વારા જબરદસ્ત સંતવાણી તેમજ ભજન રમઝટ જમાવી હતી તેમજ બીજા દિવસે ભાગવત કથા પંડિત વિષ્ણુ સ્વામીજીના કંઠે જ્ઞાનપાન કરાવવામાં આવ્યું હતું અને ત્રીજા દિવસે વૃંદાવન તે પધારેલા આચાર્ય શ્રી સ્વામીજીના કંઠે ભાગવત કથાનું રથ પાન કરવામાં આવ્યું હતું આ ભાગવત કથા કાર્યક્રમ તારીખ 26 ડિસેમ્બર થી લઈને સાત દિવસ સુધી ચાલુ રહેશે આ ભગવત કથામાં વિષ્ણુ સ્વામી મહારાજના મધુરકંઠે સાંભળવા માટે આજુબાજુ વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં રામ મંદિર ખાતે ઉપસ્થિત રહીને ભગવત કથાનું રસપાન કર્યું હતું.