ગરબાડા તાલુકા ના 17 રી-કાર્પેટ રસ્તાઓનું સંસદ સભ્ય નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકા ના 17 રી-કાર્પેટ રસ્તાઓનું સંસદ સભ્ય નાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

29.8 કિલોમીટરના રસ્તાઓ 1685.30 કરોડ ના ખર્ચે તૈયાર થસે.

ગરબાડા તા. ૨૩

         ગરબાડા તાલુકામાં જુના ડામર તથા આર.સી.સી રોડ ના રી- કાર્પેટ કરવા ના કામો નું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું.દાહોદના સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર ના હસ્તે આજે વિવિધ ગામોના 17 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.તાલુકાના અલગ અલગ ગામોના રિ- કાર્પેટીગ કરવાના રસ્તાઓનું 13 ગામોમાં ખાતમુહૂર્ત નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જીલ્લા પંચાયત ના પ્રમુખ કરણસિંહ ડામોર,જીલ્લા સભ્યો ની ઉપસ્થિતિ માં 17 રસ્તાઓનું નારીયેળ વધારી શરૂઆત કરવામાં આવી.વિવિધ ગામોના 29.80 કિલોમીટર લંબાઇ ના રસ્તાઓ કુલ 1685.30 કરોડ ખર્ચે જર્જરિત થયેલાં રસ્તાઓનું રિ- કાર્પેટીગ કરી નવીન બનાવામાં આવશે.

Share This Article