
રાહુલ ગારી :- ગરબાડા
આગામી 31 ને લઇ સ્થાનિક પોલીસ એક્શનમાં..
ગરબાડા પોલીસે ગુજરાત મધ્યપ્રદેશ મીનાક્યાર બોર્ડર પરથી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપ્યા..
ગરબાડા તા. ૧૯
આગામી 31ડિસેમ્બર એટલે કે (થર્ટી ફર્સ્ટ )લઈ બુટલેગરો દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મિનાક્યાર બોર્ડર ઉપરથી વિદેશ દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે.જોકે આ દારૂની હેરાફેરી ને અટકાવવા માટે દાહોદ તેમજ ગરબાડા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.અને વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે.સમાચારની વાત કરીએ તો ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ ના માણસો ઉદેશભાઈ, દિપ્તીનભાઈ, મહેન્દ્રભાઈ ,અનિલભાઈ, પપ્પુભાઈ તેમજ કલ્પેશભાઈ ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે ઇકો ગાડી જેનો નબર GJ 20 AH 4165 માં વિદેશી દારૂ ભરીને મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવનાર છે જે બાતમીના આધારે છે ગરબાડા પોલીસે ચંદલા ગામે વોચ ગોઠવી બાતમી વાળી ઇકો ગાડી આવતા ઇકો ગાડીને ઝડપી પાડી તેની તલાસી લેતા તેના અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ટીનબિયર ની બોટલ નંગ 108 કિંમત રૂપિયા 32,460 તેમજ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6000 અને દારૂ ની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઇકો ગાડી જેની કિંમત રૂપિયા 85 હજાર મળી કુલ ₹1,23,460 નાં મુદ્દામાલ સાથે ભાભરાના રાયચંદ જોરાવર મહેડા તેમજ જોબટના હાબુભાઈ જમરા ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..