Sunday, 08/09/2024
Dark Mode

નાના અને ગરીબ પરિવારોના હક્કો ઉપર તરાપ મારતા અનાજ માફિયાઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી.  દાહોદ જિલ્લામાં ત્રણ સસ્તા અનાજની દુકાનોના પરવાના રદ કરાયા. જુઓ રિપોર્ટમાં.

December 7, 2023
        751
નાના અને ગરીબ પરિવારોના હક્કો ઉપર તરાપ મારતા અનાજ માફિયાઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી.   દાહોદ જિલ્લામાં ત્રણ સસ્તા અનાજની દુકાનોના પરવાના રદ કરાયા. જુઓ રિપોર્ટમાં.

રાજેશ વસાવે દાહોદ

નાના અને ગરીબ પરિવારોના હક્કો ઉપર તરાપ મારતા અનાજ માફિયાઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી.

દાહોદ જિલ્લામાં ત્રણ સસ્તા અનાજની દુકાનોના પરવાના રદ કરાયા. જુઓ રિપોર્ટમાં.

દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની ૩ દુકાનો સસ્પેન્ડ

દાહોદ

દાહોદ જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોની જિલ્લામાં આકસ્મિક તપાસણી દરમ્યાન દાહોદ તાલુકાના ખરોદા ગામે આવેલ ભાભોર લલીતકુમાર ખુમસીંગની દુકાનમાં મામલતદારશ્રી દાહોદ ઘ્વારા તપાસણી હાથ ધરવામાં આવતા મળી આવેલ અનાજના જથ્થામાં ૨૪૦૮ કિ.ગ્રા. ઘઉં તથા ૨૫૪૦ કિ.ગ્રા. ચોખા વજનની ઘટ ના આધારે હાલ દુકાન ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તથા ફતેપુરા તાલુકાની મોટીરેલપુર્વ ખાતે આવેલ જે.પી.કલાલ ઘ્વારા સંચાલીત દુકાનમાં અનાજના જથ્થામાં ઘઉંમાં- ૭૩.૫૦૦ કિ.ગ્રા.ઘટ તથા ૧૯૦૦ કિ.ગ્રા. વધ તથા ચોખામાં–૪૪.૫૦૦ કિ.ગ્રા.ઘટ તથા ૨૪૫૦ કિ.ગ્રા.વધ મળી આવતા ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તથા ગરબાડા તાલુકાના નીમચ ગામે આવેલ અમલીયાર ભરતભાઈ નાનાભાઈ ઘ્વારા સંચાલીત દુકાનમાં અનાજના જથ્થામાં ૫૨૬ કિ.ગ્રા. ઘઉ તથા ૬૪૭ કિ.ગ્રા. ચોખા વજનની ઘટ મળી આવતા ૬૦ દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે. સસ્પેન્ડ થયેલ દુકાનોના આગામી દિવસમાં સુનાવણી રાખી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!