Friday, 18/10/2024
Dark Mode

અહો આશ્ચર્યમ દાહોદમા 73AA ના નિયંત્રણ સત્તા પ્રકારની 2832 ચોરસ મીટર જમીનમાં હાઈરાઇઝ બિલ્ડીંગનું નિર્માણ:છતાંય મહેસુલી તંત્રના સાહેબો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.  બિલ્ડર દ્વારા વેચાણ પૂરજોશમાં: સપનાનું ઘર ખરીદવાનું વિચારતા લોકો છેતરાશે.!!

December 7, 2023
        1321
અહો આશ્ચર્યમ દાહોદમા 73AA ના નિયંત્રણ સત્તા પ્રકારની 2832 ચોરસ મીટર જમીનમાં હાઈરાઇઝ બિલ્ડીંગનું નિર્માણ:છતાંય મહેસુલી તંત્રના સાહેબો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.   બિલ્ડર દ્વારા વેચાણ પૂરજોશમાં: સપનાનું ઘર ખરીદવાનું વિચારતા લોકો છેતરાશે.!!

અહો આશ્ચર્યમ દાહોદમા 73AA ના નિયંત્રણ સત્તા પ્રકારની 2832 ચોરસ મીટર જમીનમાં હાઈરાઇઝ બિલ્ડીંગનું નિર્માણ:છતાંય મહેસુલી તંત્રના સાહેબો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.

બિલ્ડર દ્વારા વેચાણ પૂરજોશમાં: સપનાનું ઘર ખરીદવાનું વિચારતા લોકો છેતરાશે.!!

બિલ્ડર દ્વારા બિનખેતીની મંજૂરી લીધા વગર કોમર્શિયલ ઉપયોગ કરી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો.

સીટી સર્વે કચેરીમાં બિનખેતી તેમજ કસ્બાના રેવન્યુ રેકર્ડ ઉપર ગણોતધારા કલમ 43 અને 73AA ના નિયંત્રણ સત્તા પ્રકારની.? બિલ્ડર તેમજ તેમના મળે ત્યાં દ્વારા મોટો ગોલમાલ કર્યો હોવાની આશંકા: વિજિલન્સ તપાસ અનિવાર્ય બની..

દાહોદ .તા.. 0૭

અહો આશ્ચર્યમ દાહોદમા 73AA ના નિયંત્રણ સત્તા પ્રકારની 2832 ચોરસ મીટર જમીનમાં હાઈરાઇઝ બિલ્ડીંગનું નિર્માણ:છતાંય મહેસુલી તંત્રના સાહેબો ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં.  બિલ્ડર દ્વારા વેચાણ પૂરજોશમાં: સપનાનું ઘર ખરીદવાનું વિચારતા લોકો છેતરાશે.!!

દાહોદના જુના સ્મશાન રોડ ઉપર આવેલ એક 2832 ચોરસ મીટરની જમીન જેમાં સરકારી દફતરે રેકર્ડ સાથે ચેડા કરી સીટી સર્વે કચેરીમાં બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી બિલ્ડર દ્વારા હાઈરાઇઝ બિલ્ડીંગ નું નિર્માણ કરી એક તરફ શરતભંગ કરી છે.તો બીજી તરફ પ્રીમિયમ પાત્ર ગણાતી આ જમીનમાં મળતીયાઓ જોડે ભેગા મળી ગોલમાલ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડી દીધો છે.સાથે સાથે નિરમાણા થી બિલ્ડીંગમાં ફ્લેટોનું વેચાણ ચાલુ કરી કરી દીધો છે. જેના પગલે સપનાનું ઘર બનાવવા માંગતી દાહોદની ભોલી ભાળી જનતાને બિલ્ડર તેમજ આ બિલ્ડિંગમાં ફ્લેટ વેચનાર વ્યક્તિઓ દ્વારા છેતરાઈ રહી હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે.તો આ કસ્બાના રેવન્યુ રેકર્ડ ઉપર ગણોતધારા કલમ 43 અને 73AA ના નિયંત્રણ સત્તા પ્રકારની જમીનમાં પરવાનગી વગર કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતા ખુદ દાહોદના મહેસૂલી તંત્રના અધિકારીઓને પણ ગંભીર મૂંઝવણોમાં મૂકી દીધા છે. આ સમગ્ર પ્રકરણમાં ઊંડા ઊતરીએ તો ઘણું બધું બહાર આવે તેમ છે.કારણ કે આ જમીન આજે પણ દાહોદ કસ્બાના રેવન્યુ રેકર્ડના 

7/12ની નકલોમાં ગણોતધારા કલમ 43 પ્રસપ્ર 73AA થી નિયંત્રણ સત્તા પ્રકારની દેખાડે છે. આજ 2832 ચોરસ મીટરની બીન ખેતીની જમીન ઉપરના 73AA ના સત્તા પ્રકારના નિયંત્રણો દૂર કરીને વેચાણ દસ્તાવેજ કરવાના દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના હુકમના આધારે બે વર્ષ બાદ દાહોદ સીટી સર્વે કચેરીમાં આ જમીન વેચાણ દસ્તાવેજની પ્રમાણિત નોધ સાથે બિન ખેતીમાં ફેરવાઈ ગઈ. ત્યારબાદ આ જમીનના કેટલાક પ્લોટોના વેચાણ દસ્તાવેજની ફેરફાર નોંધો પણ પ્રમાણિત થઈ ગઈ હોવા છતાં દાહોદ કસ્બાના રેવન્યુ રેકર્ડ ઉપર આજે પણ ૨૮૩૨ ચોરસ મીટરની આ જમીન ગણોતધારા કલમ 43, 73AA થી નિયંત્રણ સત્તા પ્રકારની બોલતી હોય મહેસૂલી તંત્રના સત્તાધીશો માટે મુઝવાણો ઊભી કરે એવા તપાસોનો વિષય બન્યો છે.

એટલા માટે કે જુના સ્મશાન રોડ ઉપર આવેલ 2832 ચોરસ મીટર બિન ખેતીની આ જમીનમાંથી 73AA ના નિયંત્રણો દૂર કરવા સંદર્ભમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 2018 મા કરવામાં આવેલ હુકમમા આ જમીનના સીટી સર્વે નંબરનો ઉલ્લેખ કર્યો છે. આ સીટી સર્વે નંબરની નોંધ દાહોદ સીટી સર્વે કચેરીમાં વારસાઈની પ્રમાણીત નોંધ બાદ 2020 થી શરૂ થયેલા આ જમીનના પૈકીના વેચાણ દસ્તાવેજોની નોંધો દાહોદ સીટી સર્વે કચેરીમાં ફેરફાર નોંધો પ્રમાણીત કરવામાં આવી છે. પરંતુ દાહોદ કસ્બાના રેવન્યુ દફતરના 7/12 ની નકલમાં કોઈ પણ પ્રકારનો સુધારો દેખાતો નથી.જોકે આ સમગ્ર પ્રકરણમાં જાગૃત નાગરિકે તટસ્થ અને ન્યાયિક તપાસની માંગ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા હવે ખુદ દાહોદના મહેસૂલી તંત્રના સાહેબો આ જમીનમાં ખરેખર સત્ય શું છે? આ અંગે મુઝવાણો અનુભવી રહ્યા છે. ત્યારે આ વિવાદ આસપાસ જમીનમાં આવનારા સમયમાં ઉચ્ચકક્ષાએથી તપાસનો રેલો આવે તો મોટું ભોપાળુ બહાર આવે તેમાં કોઈ બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!