ગરબાડા ના ખારવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી અપાઈ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા ના ખારવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી અપાઈ..

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ તા.પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા.

ગરબાડા તા. ૩૦

ગરબાડા તાલુકાના ખારવા ગામે પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જે સંકલ્પ રથ ગરબાડા ના ખારવા ગામે આવી પહોંચ્યો હતો જેનો ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.જે કાર્યક્રમ માં વિવિધ સરકારી યોજના ના લાભો લોકોને ગામમાં જ મળી રહે તે માટે વિવિધ શાખાના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા તેઓના દ્વારા ગામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા અને તમામ ઉપસ્થિત લોકોને લાભ લેવા અપીલ કરી હતી.આ કાર્યક્રમ માં ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર,તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવા, તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Share This Article