ધાનપુરના કાકડખીલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુરના કાકડખીલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સ્વાગત કરાયું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં આરોગ્યવિભગ દ્વારા NCD કલીનીન સિકલસેલ ટેસ્ટ આયુષ્યમાં કાર્ડ નું વિતરણ કરાયું…

ધાનપુર તા. ૩૦

ધાનપુરના કાકડખીલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકો માહિતગાર બને અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

 આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના લાભોથી લાભાન્વિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.

 આ કાર્યક્રમમાં પ્રમુખ તા.પંચાયત ઉપ પ્રમુખ સરપંચ , ત.ક. મંત્રી તાલુકા વિકાસ અધિકારી , તાલુકા પંચાયત સભ્યો મેડિકલ ઓફિસર તેમ આરોગ્ય સ્ટાફ, લાભાર્થીઓ સહિત ,અગ્રણીઓ તેમજ ગ્રામજનોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Share This Article