Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર નાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

November 24, 2023
        1785
દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર નાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર નાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

દાહોદ સાંસદશ્રી એ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું

કૃષિ વિષયક સરકારી યોજનાઓનો લાભ લઈને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા સાંસદશ્રીનો અનુરોધ

દાહોદ તા. :- ૨૩

દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર નાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

જિલ્લાના તમામ તાલુકામાં ૨૪ અને ૨૫ નવેમ્બર, ૨૦૨૩ એમ બે દિવસ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ ની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજરોજ દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરનાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ગુજરાત રાજ્યકક્ષાના કાર્યક્રમનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદથી કરવામાં આવ્યો હતો જેનું જીવંત પ્રસારણ દાહોદ શિવ મંદિર ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ખેડૂતોએ નિહાળ્યું હતું.

દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર નાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

 આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દિવસેને દિવસે કૃષિ આધુનિક બનતી જાય અને તેમાં અવનવા સંશોધનો થતા જાય છે. આ તમામ નવીન સંશોધનોની માહિતી છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેતીનો વિકાસ દેશના વિકાસ સાથે સીધો જ સંબંધ ધરાવે છે. ખેડૂતોને પારંપારિક ખેતી ઉપરની નિર્ભરતા ઘટાડીને નવી તકનિકોને અપનાવવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. તેઓએ ઉમેર્યું કે, ખેતીમાં નફો વધારવો હોય તો ખર્ચ ઘટાડવાની બાબતને પ્રાથમિકતા આપવી પડશે. આધુનિક ઢબે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી ખેતી કરવામાં આવે તો ખર્ચ ઘટી શકે છે. દાહોદ સહિત રાજ્યના ખેડૂતોને બિયારણ, ખાતર, દવાઓ વગેરે સમયસર મળી રહે તે માટે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે.

દાહોદ શિવ મંદિર, બાવકા ખાતે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર નાં અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ની ઉજવણી કરાઈ

સાંસદશ્રીએ રવિ કૃષિ મહોત્સવમાં સહભાગી થઈને તેનો મહત્તમ લાભ લેવા માટે સૌ ખેડૂતભાઈઓને અપીલ કરી હતી. સાંસદશ્રીએ બાવકા, શિવ મંદિર પરિસરમાં કૃષિ પ્રદર્શન અંતર્ગત ઊભા કરવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહન પુરી પાડીને સંવાદ કર્યો હતો. 

 આ રવિ કૃષિ મહોત્સવ એક જ જગ્યાએ ખેડૂતોને તમામ પ્રકારનું ખેતી વિષયક માર્ગદર્શન પુરુ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દેશનો ખેડૂત સમૃદ્ધ થાય અને તેના દ્વારા દેશ સમૃદ્ધ થાય એ દિશામાં કામગીરી સરકાર કરી રહી છે.

 બાગાયત પાકોમાં નવીનત્તમ ટેક્નોલોજી અંગે કૃષિ વૈજ્ઞાનિકોએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જિલ્લામાં ખેતીમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ, તાલુકાકક્ષાનો એવોર્ડ, સન્માનપત્ર અને સહાય વિતરણ પત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પ્રદર્શનમાં આધારકાર્ડ, શ્રી અન્ન વાનગી પ્રદર્શન, ડ્રોનથી દવાનો છંટકાવ, પશુપાલન, એફપીઓ, ટ્રેક્ટર સહાય, મેડિકલ, ખેતી વિષયક સરકારી યોજનાઓની માહિતી વગેરે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિક દવે, મામલતદાર શ્રી મનોજ મિશ્રા,મામલતદાર, તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!