
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના અભલોડ ગામે હિન્દુ ધર્મ પ્રમાણે શાસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો
ગરબાડા તા. ૨૫
હિન્દુ ધર્મની અંદર દશેરા પર્વ એટલે કે વિજય દસમી ના પર્વના દિવસે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શસ્ત્ર પૂજન નો એક આગવું મહત્વ રહેલું છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે શ્રી સ્વામી નારાયણ મંદિરે *”અભલોડ ગામ હિન્દુ સમાજ શસ્ત્ર પૂજા યુવા સમિતિ”* દ્વારા શસ્ત્ર પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ શ્રદ્ધાથી તમામ ગ્રામજનોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધો હતો અને તેમાં વિશેષ ઉપસ્થિતિ ગામના આગેવાન હિતેશભાઈ સોલંકી , પિન્ટુભાઇ પંચાલ , મુળાભાઈ રસુઆત , વાઘજીભાઈ જશવંતભાઈ જેવા અગ્રણી ઓ ની રહી હતી તેમજ ગામના સમિતિના યુવાનો દ્વારા આ કાર્યક્રમ સફળ કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું જેમાં ખાસ હિન્દુ સંસ્કૃતિ અને શસ્ત્ર પૂજન નું ધાર્મિક મહત્વ હિતેશભાઈ સોલંકી એ જણાવ્યું હતું.