Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગ્રામજનો અને સ્ટાફ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું

October 18, 2023
        372
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગ્રામજનો અને સ્ટાફ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગ્રામજનો અને સ્ટાફ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું

દાન આપવું હોય,પુણ્ય કમાવુ હોય તો તેના માટે શાળાએ ઉત્તમ જગ્યા છે

સુખસર,તા.૧૮

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં ગ્રામજનો અને સ્ટાફ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું

 ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં હાલમાં શ્રાધનો સમય પૂરો થયો છે અને પવિત્ર નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે.જેના ભાગરૂપે શાળાના બાળકોને તેમનું મનપસંદ તિથિ ભોજન આપવામાં આવ્યું.કહેવાય છે કે,દાન આપવું હોય, પુણ્ય કમાવું હોય તો તેના માટે શાળાએ ઉત્તમ જગ્યા છે.કારણ કે શાળાએ ગામનું મંદિર છે અને નિર્દોષ બાળકો એ પરમ કૃપાળુ પરમાત્માનું સ્વરૂપ છે. આવા ભલા નિર્દોષ બાળકોને ખવડાવવાથી સાચા અર્થમાં પુણ્ય મળે છે.એક કહેવત અનુસાર “ખાયા સો ખોયા,ખિલાયા સો પાયા”એ ઉક્તિને સાર્થક કરતા શાળામાં પટેલ હંસાબેન તરફથી બાળકોને તારીખ ૩ ઓક્ટોબર-૨૦૨૩ મંગળવારના રોજ દાળ-ભાત અને બુંદી,પટેલ ટીનાબેન તરફથી તારીખ ૭ ઓક્ટોબર-૨૦૨૩ શનિવારના રોજ પુરી શાક અને દૂધપાક તારીખ ૯ ઓક્ટોબર-૨૦૨૩ ને સોમવારના રોજ ગામના માજી ડેપ્યુટી સરપંચ અને એસ.એમ.સી માં શિક્ષણ વિદનો હોદ્દો ધરાવતા દિનેશભાઈ તરફથી બાળકોને પારલે બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.તારીખ ૧૧ ઓક્ટોબર-૨૦૨૩ ને બુધવારના રોજ ત્યારે જેમને આ શાળા સાથે કોઈ સંબંધ નથી છતાંયે બાળકો પ્રત્યે લાગણી દર્શાવીને સુખસરના વતની સુનિલકુમાર ચેતવાણી તરફથી દાળ-ભાત,બુંદી અને ગાંઠીયા ભોજન આપવામાં આવ્યું હતું.આ રીતે ગામમાં એક નવીન વિચાર અને કાર્યની શરૂઆત કરવામાં આવી છે.ગામમાં કોઈપણ કાર્ય કરવું હોય તો ગ્રામજનો પોતાના મનમાં નક્કી કરે છે કે,મારુ આ કાર્ય સફળ થશે તો શાળાના બાળકોને ભોજન કરાવીશ અથવા બાળકોને શિક્ષણમાં ઉપયોગી પેન્સિલ,નોટબુક, બોલપેન,રબર,સંચા,દેશી હિસાબ વગેરે જેવી પોતાની ઈચ્છા અનુસાર વસ્તુઓનું વિતરણ કરી આ રીતે ગામના તમામ લોકો દ્વારા કાર્યો થઈ રહ્યા છે.અને શાળાએ સાચા અર્થમાં ગામ નું મંદિર બન્યું છે. ભીતોડી પ્રાથમિક શાળા ગામનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.અને આ રીતે બાળકોને બાળકોના મનપસંદ તિથિ ભોજન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!