કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મંદિરમાં દર્શન કરી ઉત્સાહભેર ઉજવણી કરાઈ..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મંદિરમાં દર્શન કરી ઉત્સાહભેર અને આનંદો સાથે ઉજવણી કરી હતી.

 કોરોના ની આશંકાઓ વચ્ચે મટકીફોડ, તેમજ આઠમના દિવસે ભરાતા પારંપરિક મેળાઓના કાર્યક્રમ બંધ રહ્યા 

દાહોદ તા.૩૧

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓએ પુર્ણ પુરૂષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની મંદિરમાં દર્શન કરી ઉત્સાહભેર અને આનંદો સાથે ઉજવણી કરી હતી.

આમ તો, દાહોદમાં જન્માષ્ટમી પર્વે મેળો ભરાતો હોય છે પરંતુ છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન કોરોના વૈશ્વિક મહામારીને કારણે દાહોદ શહેર સહિત જિલ્લામાં અનેક નાના મોટા ભરાતાં મેળાઓ ઉપર પ્રતિબંધ લાગતાં છેલ્લા બે વર્ષથી આઠમ એટલે કે, જન્માષ્ઠમીના મેળા ભરાતાં નથી તે સાથે શહેર સહિત જિલ્લામાં નાના મોટા મટકી ફોડ કાર્યક્રમો પણ યોજાતાં હતાં પરંતુ કોરોના વૈશ્વિક મહામારીને કારણે આ મટકી ફોડ કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે મટકી ફોડ કાર્યક્રમો ન યોજાતાં ખાસ કરીને નાના ભુલકાઓમાં નિરાશા વ્યાપી હતી પરંતુ આવા ભુલકાઓ દ્વારા પોત પોતાના ઘરે નાના કાર્યક્રમો યોજી મટકી ફોડી હતી. બરાબર રાત્રીના બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાંજ ઘંટાવદથી મંદિરો ગુંજી ઉઠ્યાં હતાં અને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શ્રી કૃષ્ણના જન્મના દર્શન માટે તળાવ ચોક સ્થિત શ્રી ગોવર્ધનનાથજી હવેલી તેમજ શહેરના અન્ય મંદિરોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. તમામ મંદિરોમાં કોરોના અંગેના સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. શહેરી શ્રી ગોવર્ધનનાથજી હવે તથા શ્રી ગોકુળનાથજી હવેલીમાં નંદ મહોત્સવના દર્શન માટે વૈષ્ણવોની ભારે ભીડ નજરે પડી હતી.

 

——————————–

Share This Article