દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથક ખાતે કિશોરી મેળાનું આયોજન

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથક ખાતે કિશોરી મેળાનું આયોજન

દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના સફળ અમલીકરણ થકી સરકાર પ્રયાસરત: ધારાસભ્ય શ્રી રમેશ કટારા

સુખસર,તા.૧૩

જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ પૂર્ણા યોજના તળે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી પ્રસંગે ″સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત″ થીમ આધારિત દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે કિશોરી મેળો યોજાયો હતો

         આ વેળાએ ધારાસભ્ય શ્રી રમેશ કટારા એ જણાવ્યું હતું કે કિશોરીઓને તેમના હક જેવા કે શિક્ષણ, સશક્તિકરણ, પોષણ, સ્વાસ્થ્ય અને દીકરી અને દીકરાના ભેદભાવ રહિત સમાજની સ્થાપના કરીશું.” આ પ્રતિજ્ઞા વાંચન અને સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 11 થી 13 ઓકટોબર, 2023 સુધી વિવિધ જગ્યાએ કિશોરી મેળાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.દરેક કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી તેમજ મહિલા સુરક્ષાલક્ષી યોજનાની માહિતી આપવામાં આવી 

આ મેળામાં રોજગાર કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય માહિતી તેમજ કાનુની માહિતી માટે સ્ટોલ રાખવામાં આવેલ. આઈ.સી.ડી.એસ કચેરી દ્વારા મીલેટસ અને પૂર્ણા શક્તિ પેકેટમાંથી તૈયાર કરવામાં આવેલ વાનગીઓની કિશોરીઓને સેવન કરાવી સ્વાસ્થયની કાળજી લેવા પ્રેરિત કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓની સ્વાસ્થય ચકાસણી કરવામાં આવી.

       ઉપરોક્ત કાર્યક્રમમાં,તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણ ,ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી અસારી આંગણવાડી કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહેલ હતી.

Share This Article