
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત ખાતે મહત્વકાંક્ષી સંકલ્પ સપ્તાહનો સમાવેશ સમારોહ યોજાયો
કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ,ધારાસભ્ય પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
ગરબાડા.
મહત્વકાંક્ષી તાલુકો ગરબાડા સંકલ્પ સપ્તાહ અંતર્ગત આયોજિત સમાવેશ સમારોહ કાર્યક્રમ તાલુકા પંચાયતના હોલમાં યોજાય હતો જે કાર્યક્રમ તારીખ 2 ઓક્ટોબરથી નવ ઓક્ટોબર સુધી એટલે કે સાત દિવસ ચાલ્યો હતો. જે કાર્યક્રમમાં સ્વચ્છતા અભિયાન., આરોગ્ય અને પોષણ, શિક્ષણ , કૃષિ ,અને સંલગ્ન સેવાઓ મૂળભૂત ઇન્ફાસ્ટ્રક્ચર ઉપર સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો આજે યોજાયેલ સમારોહ કાર્યક્રમમાં ઉસ્કૃટ કામગીરી કરનાર કર્મચારીઓ ને આંગણવાડી વર્કર ,પશુઅધિકારી, શ્રેષ્ઠ શિક્ષક અને વિવિધ પ્રવૃતિઓ માં ભાગલેનાર બાળકો ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.આખા સપ્તાહ માં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક વિકાસ,માળખાકીય સુવિધાઓ પર ભાર મુકી તાલુકાને આ તમામ સુવિધાઓ પુરી પાડી દેશ અને રાજ્યમાં પ્રથમ હરોળમાં કઈ રીતે લાવી શકાય તેના માટે સંલગ્ન વિભાગ અને નાગરિકો એ સહીયારો પ્રયાસ કરવા નિતી આયોગના એનજીઓ દ્વારા જણાવ્યું હતું.