દાહોદમાં વોર્ડ નંબર 5 માં “લોકહિતમ કરણીયમ” અભિયાન અંતર્ગત સુધરાઈ સભ્યોએ લોકોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે જનસંપર્ક કર્યો

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તા.26

દાહોદમાં વોર્ડ નંબર 5 માં “લોકહિતમ કરણીયમ” અભિયાન અંતર્ગત સુધરાઈ સભ્યોએ લોકોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે જનસંપર્ક કર્યો હતો. જેમાં લોકોની સમસ્યાઓના નિકાલ માટે બાંહેધરી આપી હતી.

 

આજરોજ તા ૨૬/૦૮/૨૦૨૧ ગુરુવાર ના રોજ લોકહીતમ કરણીયમ ના કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 5 માં  બીજલભાઈ ભરવાડ, અબદેઅલી ચલ્લાવાલા સહીતના પાલિકાના સુધરાઈ સભ્યો એ દર્શના સોસાયટી,અંબિકા નગર પાણીની ટાંકી વાળો રોડ નવસર્જન સોસાયટી માં મુલાકાત લઈ ત્યાંની સમસ્યા સાંભળી તેનું નિવારણ માટેની ખાતરી આપવામાં આવી હતી.

Share This Article