
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે મારામારીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી જેલભેગો કર્યો…
ગરબાડા તા. ૨
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ ના માણસો ગરબાડા પોલીસ સ્ટેશનને વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીનાં આધારે ગરબાડા પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો કલમ 323 504 અને 506 (૨)114 મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી બહારગામ થી મજૂરી કરી અને તેના ઘરે આવેલ છે જેની પોલીસે તપાસ કરતા આરોપીને તેના ઘરે દિવાનીયાવડ ખાતેથી પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.