ગરબાડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો.. 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો.. 

પદગ્રહણ સમારોહમાં સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ પર્વતભાઈ ડામોર ગરબાડા ના ધારાસભ્ય અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

ગરબાડા તા.25

ગરબાડા તાલુકા પંચાયતના પઠાણગણમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તેમજ ઉપપ્રમુખ તરીકે લલ્લુભાઈ જાદવ નો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાના નવા પ્રમુખ પર્વતભાઈ ડામોર ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા સભ્ય તાલુકા સભ્યો સહિત ના કાર્યકર્તાઓને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પદગ્રહણ પૂર્વે પ્રમુખ મયુરભાઈ ભાભોર અને ઉપપ્રમુખ લલુભાઈ જાદવ એ પૂજા કરી હતી ત્યારબાદ અગ્રણી હાજરીમાં બંને પદગ્રહણ કરાવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલે પદગ્રહણ સભામાં ઉપસ્થિત તમામ મહેમાનોનું અભિનંદન કરી તમામ નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ને શુભેચ્છાઓ પાઠવી હતી …

Share This Article