Sunday, 13/07/2025
Dark Mode

દાહોદ : કરુણ ઘટના! બાઈક અકસ્માતમાં માતા – પુત્ર સામે પિતાનું કરુણ મોત, પરિવારે આધારસ્થંભ ગુમાવ્યો

August 21, 2021
        1772
દાહોદ : કરુણ ઘટના! બાઈક અકસ્માતમાં માતા – પુત્ર સામે પિતાનું કરુણ મોત, પરિવારે આધારસ્થંભ ગુમાવ્યો

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ : કરુણ ઘટના! બાઈક અકસ્માતમાં માતા – પુત્ર સામે પિતાનું કરુણ મોત, પરિવારે આધારસ્થંભ ગુમાવ્યો

દાહોદ તા.21

દાહોદના આમલી ખજૂરીયાના ખેતી કામ કરતાં જાનુભાઈ પલાસ આજે સાંજના સુમારે દાહોદ ખાતે પોતાની પત્ની અને 8 વર્ષીય પુત્ર સાથે કામ પતાવીને પરત જઈ રહ્યા હતા ત્યારે દાહોદ – ઝાલોદ હાઇવે ઉપર ખરોડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

 

દાહોદના ખરોડ નજીક બાઇક ઉપર જઈ રહેલા પતિ – પત્ની – પુત્રને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયું હતું જ્યારે પાછળ બેઠેલા માતા-પુત્રને ઇજાઓ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. બાઈક અકસ્માતમાં માતા – પુત્ર સામે પિતાનું કરુણ મોત નીપજતાં પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. દાહોદના આમલી ખજૂરીયાના ખેતી કામ કરતાં જાનુભાઈ પલાસ આજે સાંજના સુમારે દાહોદ ખાતે પોતાની પત્ની અને 8 વર્ષીય પુત્ર સાથે કામ પતાવીને પરત જઈ રહ્યા હતા ત્યારે દાહોદ – ઝાલોદ હાઇવે ઉપર ખરોડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં જાનુભાઈને માથાના ભાગે ગભીર ઇજાઓ પહોચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે પાછળ બેઠેલા તેમના પત્ની – પુત્રને ઇજાઑ પહોચતા 108 મારફતે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. મૃતક જાનુભાઈના પરિવારજનોને જાણ થતાં સગા-સબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારના મોભીનું મૃત્યુ થતાં મૃતકના પત્ની સહિત પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ ગુંજી ઉઠ્યું હતું. દાહોદ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોધી મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!