Friday, 18/10/2024
Dark Mode

ગરબાડાનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા,નિચાણવાળા ગામોને સતર્ક કરાયા.

September 17, 2023
        1093
ગરબાડાનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા,નિચાણવાળા ગામોને સતર્ક કરાયા.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા,નિચાણવાળા ગામોને સતર્ક કરાયા.

ગરબાડા તા. ૧૭

ગરબાડા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ અને જળાશયો ઓવરફલો થતા ડેમોમાં સારા પ્રમાણમાં વરસાદી પાણીની નવી આવક થવા પામી છે.જેમાં પાટાડુંગરી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ડેમ તેની પૂર્ણ સપાટી 170.84 મીટર ઉપરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે.

ગરબાડાનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતા,નિચાણવાળા ગામોને સતર્ક કરાયા.

ડેમ ઓવરફ્લો થતાં સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકી વીજ, ટૂંક અનોપ, નાંધવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પુંસરી, દાહોદ કસ્બામાં રહેતા હેઠળવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જિલ્લાના કેટલાક ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા ઠક્કરબાપા જળાશય એટલે કે, પાટાડુંગરી ડેમ પણ ઓવરફ્લો થયો હતો જેને લઇ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર નીર ના વધામણા કરવા પાટાડુંગરી જળાશય ખાતે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!