
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના ગણિત વિજ્ઞાનનાં શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાંસદના હસ્તે સન્માનિત કરાયા..
ગણિત વિજ્ઞાનના શિક્ષક અશ્વિનભાઈ પરમારને 74માં પ્રજાસતાક દિવસ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું
ગરબાડા તા. ૬
દાહોદ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ યોજાયો હતો અને વિવેક શાળાઓમાં ઉસ્કૃટ કામગીરી કરનાર શિક્ષકોનું શિક્ષક દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગરવાડા તાલુકાના અભલોડ મુખ્ય પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા પરમાર અશ્વિનભાઈ હીરાભાઈ ને દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર નાં હસ્તે તેઓને ઉત્કૃષ્ટ કામગીરીને લઈને તેમને શિલ્ડ પ્રમાણપત્ર તેમજ સાલ ઓઢાડી તેઓને સન્માન કરવામાં આવ્યું હતું.