Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં રેપિડ ટેસ્ટ કરાવવાની વહીવટી તંત્રની અપીલ વચ્ચે રેપિડ ટેસ્ટ ખૂટી પડતા હાલાકી….

દાહોદ જિલ્લામાં રેપિડ ટેસ્ટ કરાવવાની વહીવટી તંત્રની અપીલ વચ્ચે રેપિડ ટેસ્ટ ખૂટી પડતા હાલાકી….

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં  કોરોના સંક્રમણ વકર્યા બાદ રેપિડ ટેસ્ટ કીટ ખૂટી પડતા હાલાકી: લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો 

 શરૂઆતમાં લીમખેડા બારીયા બાદ આજે દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથક પર રેપિડ ટેસ્ટ તૂટી પડતા આરોગ્ય વિભાગ મૂંઝવણમાં મુકાયું 

દાહોદ તા.૩૦

દાહોદ શહેર સહિત જિલ્લામાં રેપીટ ટેસ્ટની કીટોની અછતના કારણે લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. અગાઉ દેવગઢ બારીઆ અને લીમખેડા તાલુકામાં રેપીટ ટેસ્ટની કીટો ખુટી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આ કીટો ખુટી જવાની છડેચોક બુમો ઉઠવા પામી છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો રોજેરોજ સદી વટાવી રહી છે. સાથે જ મૃત્યુઆંક પણ વધતાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. એક તરફ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે બીજી તરફ આ અપીલના જાણે છડેચોક ધજાગરા ઉડતાં હોય તેમ લાગી રહ્યું છે. રેપીટ ટેસ્ટની કીટો જ ન હોય તો લોકો ટેસ્ટ કેવી રીતે કરાવે અને જાે કોઈ દર્દી કે વ્યક્તિને ફરજીયાત રેપીટ ટેસ્ટ કરાવવો હોય તો રેપીટ ટેસ્ટની કીટને અભાવે ટેસ્ટ કેવી રીતે સંભવ છે.આવી જ પરિસ્થિતી દાહોદ જિલ્લામાં નિર્માણ લઈ રહી છે. દાહોદ જિલ્લામાં હવે રેપીટ ટેસ્ટની કીટો ખુટી જવાની બુમો ઉઠવા પામી છે. ટેસ્ટ વધારવા માટે તો અપીલ કરાઈ રહી છે પરંતુ તેની સામે કીટો પણ ફાળવવામાં આવે તે અત્યંત જરૂરી છે. રેપીટ ટેસ્ટ કરાવવા લોકોને આરોગ્ય કેન્દ્રથી લઈ સરકારી દવાખાનાના ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે. શહેર સહિત જિલ્લાના હોસ્પિટલો કોરોના દર્દીથી એક બાજુ હાઉસ ફુલ થઈ ગયાં છે ત્યારે હવે બીજી તરફ રેપીટ ટેસ્ટની કીટો પણ ખુટી જવાની બુમો ઉઠવા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવી વહેલામાં વહેલી તકે રેપીટ ટેસ્ટની કીટો ફાળવવામાં આવે અને ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

———————–

error: Content is protected !!