Sunday, 08/09/2024
Dark Mode

ગાંગરડામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસના દરોડા દરમિયાન અડધા લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

September 2, 2023
        232
ગાંગરડામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસના દરોડા દરમિયાન અડધા લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

રાહુલ ગારી ગરબાડા 

ગાંગરડામાં દારૂનું વેચાણ કરતા બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસના દરોડા દરમિયાન અડધા લાખનો વિદેશી દારૂ ઝડપાયો.

ગરબાડા તા. ૨

 દાહોદ જિલ્લા એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ દાહોદ જિલ્લામાં દારૂબંધીને ડામી જડમુળ માંથી નસ્તે નાબૂદ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા જે સૂચનોના આધારે ગરબાડા પી.એસ.આઇ જે.એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે દેશી તેમજ વિદેશી દારૂ સાથે બુટલેગરો ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગાંગરડા નાં બામણીયા ફળિયામાં રહેતો વિક્રમભાઈ બાલુભાઈ બામણીયા તેના ઘરે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયરની પેટીઓ જેમાં કુલ બોટલો 408 નંગ કિંમત રૂપિયા 47,520 મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે મીનાક્યાર બોર્ડર એ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર છે ક્યાંથી વિપુલ પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે હાલ પોલીસને અસરકારક કામગીરીને લઈને અસામાજિક તત્વો તેમ જ બુટલેગરોને પકડી પાડી જેલ ભેગા કરાતા બુટલેગર તેમજ અસામાજિક તત્વ આલમમાં પોલીસનો ખોફ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!