
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે લિસ્ટેડ બુટલેગરને વિદેશી દારૂના મુદ્દામાલ સાથે પકડી જેલભેગો કર્યો
લીસ્ટેડ બુટલેગરને પકડી પાડી જેલ ભેગો કરતા બુટલેગર આલમમાં ફફડાટનો માહોલ સર્જાયો…
ગરબાડા તા. ૨
દાહોદ જિલ્લા એસ.પી રાજદીપસિહ ઝાલા ની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં દારૂબંધીને ડામી દેવા તેમજ નેસ્તનાબૂદ કરી જડમુળ માંથી કરવા કડક વલણ અપનાવ્યું હતું જેને લઈને ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ને મળેલી બાતમીના આધારે લિટલ બુટલેગર મુકેશ કનુ પંચાલ ગરબાડા ગારી ફળિયા માં પોતાની SUV ગાડી Gj-06-FK 0500 માં મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂ તેના મુરતીયા સાથે મળી દારૂ સગે વગે કરિ રહેલ છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતા ઉપરોક્ત xuv ગાડી માંથી ભારતીય બનાવટ ને ઇંગલિશ દારૂ તથા બિયરની કુલ બોટલો 608 જેની કિંમત રૂપિયા 300090 તથા ફોરવીલર ગાડી ની કિંમત 1,75,000 સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકીસરો જેને અંગઝડતી કરતાં બે મોબાઈલ મળી આવેલ જે મોબાઈલ ની કિંમત રૂપિયા 17000 મળી કુલ 2,85,090 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોનાં વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ગરબાડા પોલીસે લિસ્ટેડ પ્રોહી બુટલેગરને વિદેશી દારૂ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.