Sunday, 08/09/2024
Dark Mode

ઝરીબુઝર્ગથી બાઈકની પાઇલોટિંગ સાથે રિક્ષામાં દારૂ લાવતા બે ઇસમ ગરબાડા પોલીસના હાથે ઝડપાયા.. 

August 31, 2023
        1250
ઝરીબુઝર્ગથી બાઈકની પાઇલોટિંગ સાથે રિક્ષામાં દારૂ લાવતા બે ઇસમ ગરબાડા પોલીસના હાથે ઝડપાયા.. 

રાહુલ ગારી ગરબાડા 

ઝરીબુઝર્ગથી બાઈકની પાઇલોટિંગ સાથે રિક્ષામાં દારૂ લાવતા બે ઇસમ ગરબાડા પોલીસના હાથે ઝડપાયા.. 

ગરબાડા પોલીસે ઝરી બુઝુર્ગ ખાતે નાકાબંદી દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે બંને ઝડપી પાડ્યા..

 વિદેશી દારૂનો જથ્થો ઓટોરિક્ષા તેમજ pulsar મોટરસાયકલ કબજે લેવાઈ 

દાહોદ તા.31

 ગરબાડા તાલુકાના ઝરી બુજુર્ગ ગામેથી રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી બાઈક પર પેટ્રોલિંગ સાથે લાવનાર ખેપિયાને ગરબાડા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.

ઝરીબુઝર્ગથી બાઈકની પાઇલોટિંગ સાથે રિક્ષામાં દારૂ લાવતા બે ઇસમ ગરબાડા પોલીસના હાથે ઝડપાયા.. 

ગરબાડા પોલીસ ક્યાંને ક્યાંક દારૂ બંધીને ડામી દેવા સક્ષમ જોવા મળી રહી છે. દાહોદ પોલીસે બુટલેગરો ઉપર સપાટો બોલાવતા બૂટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.તેમ છતાં બુટલેગરો વિદેશી દારૂની હેરફર કરવા અવનવા કીમિયા અજમાવી રહ્યા છે.આ તમામ પરિસ્થિતિની વચ્ચે ગતરોજ ગરબાડા પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે ઇન્તિભાઈ નબળાભાઈ (રહે.ખાયાબોરવાણી દાહોદ) સંગાડા પોતાના કબજા હેઠળની Gj-23-X-3840 રિક્ષામાં વિદેશી દારૂ ભરી ઇંતુ ચતુર બિલવાળ (નિશાળ ફળિયુ જાલત) Gj-20-H-4487 નંબરની પલ્સર પર પેટ્રોલિંગ સાથે લાવતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાકીમાં દર્શાવેલ રીક્ષા તેમજ પલ્સર બાઈક આવતા પોલીસે ઘેરો ખાલી તેઓને ઝડપી લીધા હતા અને રીક્ષા ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 236 બોટલ મળી 27,130 રૂપિયાનો દારૂ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો, 45000 રૂપિયાની રીક્ષા તેમજ 25 હજાર રૂપિયા ની બાઈક મળી કુલ 97,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને ઇસમોને જેલ ભેગો કરી પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!